રાજકોટમાં નાની-મોટી ઘટનાઓ બને કે તુરંત જ તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવાનો ટ્રેન્ડ વધી ગયો છે. ત્યારે આવો જ એક વિડીયો રેસકોર્ષમાં પતિ-પત્ની વચ્ચે ઢીશુમ ઢીશુમ થયાનો વાયરલ થઇ રહ્યો છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે પરિણીત હોવા છતાં પત્નીને અંધારામાં રાખી પતિ એક પરસ્ત્રી સાથે રેસકોર્ષમાં પ્રણયફાગ ખેલી રહ્યો હતો. આ અંગેની જાણ પત્નીને થઇ જતા તેણે ક્ષણભરનો વિલંબ કર્યા વગર રેસકોર્ષમાં ત્રાટકીને પતિને રંગેહાથ પકડી પાડયો હતો સાથે સાથે જાહેરમાં તેની ધોલાઇ પણ કરી હતી તેમજ પતિની સાથે રહેલી પરસ્ત્રીને બરાબરનો મેથીપાક ચખાડયો હતો. આ બનાવ વખતે ત્યાંથી લોકો પસાર થઇ રહ્યા હોય તેમણે આ ફાઇટનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયા પર વાયરલ કરતા રમૂજ સાથે આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.