રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં 25 મે, 2024ને શનિવારની સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા.આ ઘટનાની પ્રથમ વરસી નજીક આવતાં પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલન કર્યું છે, જેમાં આગામી પાંચ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેની શરૂઆત આજથી કરવામાં આવી છે. આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધીની રેલી શરૂ કરતાંની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું, જેને લઈને સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે જનરલ બોર્ડની બેઠક પણ યોજાવાની હોવાથી ત્યાં પણ કોંગ્રેસના નગર સેવકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે એવી શક્યતા છે. શહેર કોંગ્રેસ-પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે આગામી 25મી મેના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી. અનેક તપાસો થઈ, અધિકારીઓની ધરપકડ થઈ, પરંતુ પીડિતોનાં આંસુ હજુ સુકાયાં નથી તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયાં નથી, આથી કોંગ્રેસ હવે ચૂપ બેસવા માગતી નથી. પીડિતોને ન્યાય અપાવવા માટે તમામ સંભવ પ્રયાસો કરશે,
રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોની અટકાયત
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -