ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા દેવના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગણેશ ભકતો ઉમટી રહ્યા છે. ત્યારે આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા શિવાજી સેવા સંઘના ઉન્ડર પ્રેસિડેન્ટ જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટિમ ત્રિકોણબાગ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ અહી ગણેશોત્સવમાં બંને ટાઈમ બાપ્પાની મહાઆરતી, હવન, મહારક્તદાન કેમ્પ, નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.