રાજકોટમાં તા. 27 અને 28 જુલાઇ એમ બે દિવસ માટે IFB એપ્લાયન્સિઝની વિવિધ પ્રોડક્ટનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તેમજ આ એક્ઝિબિશનમાં ફ્રંટલોસ વોશિગ મશીન, ટોપ લોડ વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, એર કન્ડિશન્ડ, સ્ટોવ, ચીમની, રેફ્રિજરેટર, ક્લોથ ડ્રાયર, ડિશવોશર, ઔધ્યોગિક ડિશવોશર, વોશિંગ મશીન સહિતની નવી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી આ સાથે આ એક્ઝિબિશનમાં IFB ઇન્ડસ્ટ્રીઝ વતી બ્રાન્ચના બિઝનેસ મેનેજર લાલસિંહ રાણાવત, એરિયા સેલ્સ મેનેજર દિલીપ કથડ, ગુજરાતનાં વિતરક સિધ્ધાર્થ મહેતા અને એરિયા સેલ્સ મેનેજર યોગેશ ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.