રાજકોટમાં તારીખ 1 અને 2ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે તે પહેલા જ રાજકોટમાં આજે ભવ્યાતિ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી તેમજ બાબા બાગેશ્વના સમર્થનમાં સંપૂર્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રથ, 700 ગાડી અને 1000 થી વધુ ભક્તો જોડાય હતા તેમજ શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ કરાયેલી આ શોભાયાત્રા 13 કી. મી. થી પણ વધુ ચાલી હતી.