રાજકોટ TET અને TAT ના ઉમેદવારો ફરી ધરણા પ્રદર્શન કર્યો.જ્ઞાન સહાયક યોજના ને લઈને ફરી ધરણા પ્રદર્શન કરી ઉમેદવારો એ વિરોધ નોંધાવ્યો જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને કાયમી શિક્ષકની ભરતી કરવા રાજ્ય સરકાર ને માંગ કરવામાં આવી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે મળી ઉમેદવારો સાથે ધરણા યોજ્યા. મીડિયા સાથે વાત કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ આપ્યું મોટુ નિવેદન. રાજ્યના દરેક જીલ્લામાં જ્ઞાન સહાયક ને લઈ મીટીંગ કરીશું. આગામી દિવસોમાં સચિવાલયના પાયા હચમચાવવા ગાંધીનગર સુધી ઉમેદવારો પહોંચશે. જો જ્ઞાન સહાયક રદ નહીં થાય તો તે મુદ્દો લોકસભામાં પણ મુખ્ય મુદ્દો રહેશે. આવનારી ચૂંટણીમાં પણ અમે આ મુદ્દે રાજનૈતિક લડાઈ લડીશુ. આપ અને કોંગ્રેસ જ નહીં પણ તમામ વિદ્યાર્થી સંગઠનો જ્ઞાન સહાયકના વિરોધમાં છે બધા સામુહિક રીતે વિરોધ કરી ને લડીશું.