રાજકોટમાં આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચાડવા ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ” નામક રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો. આ “આયુષ્માન ભવ:” અભિયાન હેઠળ દેશભરમાં તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયામાં ’આયુષ્માન આપ કે દ્વાર’, ’આયુષ્માન આરોગ્ય મેળો’ અને ’આયુષ્માન સભા’ ના કાર્યક્રમો યોજાશે.જે અંતર્ગત
રાજકોટ જિલ્લાનો આ કાર્યક્રમ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, બીમારીમાં લોકો ઉછીના રૂપિયા લઈને અથવા પોતાની બચત-મૂડી તોડીને બીમારીનો ઉપચાર કરાવતા હતા,ત્યારે આયુષ્માન કાર્ડથી વડાપ્રધાનએ દેશના લોકોની આરોગ્ય માટેની ચિંતા કરી દરેક જરૂરિયાતમંદ પરિવારને આરોગ્ય કવચ આપવાનું અભિયાન ઉપાડ્યું છે. ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ આયુષ્માન કાર્ડ મારફતે ઉચ્ચ સારવાર વિના મૂલ્યે લઇ શકે છે.આ કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટયથી શુભારંભ થયા બાદ પી.ડી.યુ. હોસ્પિટલના અધિક્ષક ડો. આર એસ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતા, ડો. પી.કે.સિંઘ, નર્સીંગ કોલેજના આચાર્ય અરુણાબેન, મેડિકલ કોલેજના ડિન ભારતી પટેલ, પી.એમ.જે.એ.વાય.ના નોડલ ઓફિસર ડો. ચાવડા, પી.ડી.યુ. મેડિકલ કોલેજનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.