રંગીલા રાજકોટને લોકો હવે ખાડાકોટ તરીકે ઓળખે તો નવાઈ નહીં. સાથે જ શહેરના રસ્તાઓ પર નીકળો એટલે કમરનો દુઃખાવો ફ્રીમાં મળે તો પણ નવાઈ નહીં. કારણ કે, તંત્રની બેદરકારીના કારણે શહેર જાણે ખડાઓનું નગર બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. તેમાં પણ જ્યાં શહેરીજનોની સતત અવર- જવર રહે છે તે જ્યૂબેલી વિસ્તારમાં તો મસમોટા ખાડાઓ જાણે અકસ્માતની રાહ જોઈને બેઠા છે. જોકે ખાડાઓથી સ્થાનિક લોકો પરેશાન છે, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, છતાં મનપા તંત્ર ઘોરનિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દિવાળીમાં રોશની પાછળ લાખો ખર્ચતું તંત્ર જોખમી ખાડા ક્યારે પૂરશે તે જોવું રહ્યું