ઈન્દીરા સર્કલ પાસે આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસ પહેલાં ભરબપોરે વૃદ્ધાને બંધક બનાવી 15.25 લાખ રૂપિયાની દિલધડક લૂંટ ચલાવનાર ત્રિપૂટીને 36 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની ટીમે જૂનાગઢથી દબોચી લઈને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટારું ત્રિપૂટી રાજકોટથી લૂંટ ચલાવ્યા બાદ જૂનાગઢ નાસી ગઈ હતી અને ત્યાં સોમનાથ દાદાનાં દર્શન કરીને નેપાળ ભાગી જવાની હતી. જો કે તે પહેલાં જ પોલીસે ત્રણેયને પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખીને 21.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.આ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે આ ગુનાની માસ્ટર માઈન્ડ સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના નરેન્દ્ર શાહી અને તેનો પ્રેમી પવનપ્રકાશ પદમ શાહી છે. આ બન્ને નેપાળમાં રહેતા હતા ત્યારે ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. આ પછી સુશીલા અને પવનપ્રકાશ ભાગીને રાજકોટ આવી ગયા હતા.આ પછી બન્નેએ થોડા દિવસ પહેલાં જ બેંગ્લોરથી રાજકોટ કામધંધાની શોધમાં આવેલો નેત્ર શાહી જે પવનપ્રકાશનો મિત્ર છે તેને લૂંટમાં સામેલ કર્યો હતો.લૂંટમાં સામેલ નેત્ર માનસિક બીમાર હસતો તેમજ તેને ઘેનની ટીકડી અપાતી હતીપોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે સુશીલા અને પવનપ્રકાશ સાથે લૂંટમાં સામેલ નેત્ર પદમ શાહી બેંગ્લોરથી થોડા દિવસ પહેલાં રાજકોટ આવ્યો હતો. નેત્ર માનસિક રીતે બીમાર હોવાને કારણે તેને ઘેનની ગોળીઓ ડૉક્ટર દ્વારા આપવામાં આવતી હતી જેનો ઉપયોગ આ ત્રિપૂટીએ લૂંટમાં કર્યો હતો. નેત્રનો આ ઘટનામાં અન્ય કોઈ રોલ હોવાનો ખુલાસો થવા પામ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજકોટમાં ચકચારી કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલ લૂંટનો ભેદખૂલતાં શહેર પોલીસ કમિશનર ની પત્રકાર પરિષદ..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -