ચોમાસું આવે અને આંખ આવવાના કેસમાં વધારો થતો હોય. પરંતુ આ વખતે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં અખિયાં મિલાકેના કેસમાં રાફડો ફાટ્યો છે. રાજકોટમાં આ ચોમાસા પર આંખ આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા 33 દિવસમાં આંખ આવવાના 25,000 જેટલા કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય કેન્દ્રને પણ તાકીદ કરવામાં આવી છે. આંખ આવવાના સતત વધતા જતા કેસને લઈને આઇ ડ્રોપ્સની પણ માંગ ઉઠી છે. તેમજ સામાન્ય રીતે ચોમાસામાં દૈનિક 300 થી 500 કે આંખ આવવાના આવતા હોય છે પરંતુ આ વખતે આરોગ્ય કેન્દ્રમાં 1,000થી વધુ કેસ નોંધાયા છે. ખાસ કરીને આ ચોમાસા પર ઓગસ્ટ મહિનામાં આ ખાવાના કેસ સૌથી વધુ દેખાયા હતા. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને આંખ થાય અને તેને સ્પર્શ કરેલી વસ્તુ જો અન્ય કોઈ સ્પર્શ કરે તો આ રોગ વકડી શકે તેમ છે.
રાજકોટમાં અખિયા મીલાકેના કેસમાં ઉછાળો : એક જ મહિનામાં નોંધાયા 25356 કેસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -