રાજકોટપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટના મહેમાનબનવા જઈ રહ્યા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.27 જુલાઈના રોજ હીરાસર- રાજકોટ ખાતે આકાર લઈ રહેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ, રાજકોટ ખાતે કેકેવી હોલ ઓવરબ્રીજનું લોકાર્પણ તેમજ ‘સૌની યોજના’ અંતર્ગત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે આવી રહ્યા છે. ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ રાજકોટની જનતાને અર્પણ કરી રહ્યા છે ત્યારે તેમને સત્કારવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે તેમજ શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા શહેરના વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સામાજીક-શૈક્ષણિક-સેવાકીય સંસ્થાઓ, એનજીઓ, વેપારી મંડળો, એન્જી. એસોસીએશનો, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનો સાથે સતત બેઠકો યોજાઈ રહી છે.તેમજ ભાજપ પ્રમુખ મુકેશ દોશીના નેતૃત્વમાં શહેર ભાજપ દ્વારા માઈક્રોપ્લાનીંગ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકોટ ખાતે ઉમળકાભેર આવકારવા અનેરુ આયોજન થઈ રહ્યું છે.આ સાથે પ્રધાનમંત્રીનાકાર્યક્રમને લઈનેPM મોદી જે રૂટ પરથી પસાર થવાના છેતે રુટ પર એટલેકેએરપોર્ટ થી રેસકોર્સ સુધી રિહલસ્લયોજવામાંઆવ્યુંહતું.