શ્રી અને શ્રીમતિ છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળા હર હંમેશ દિવ્યાંગ મૂક-બધિર બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતી રહે છે. જેથી આ અઠવાડિયું “ બધિર સપ્તાહ” તરીકે ઉજવાય છે. ત્યારે વિશ્વ બધિર દિવસ તેમજ ઈન્ટરનેશનલ સાઈન લેંગ્વેજ દિવસ ની ઉજવણીનાં ભાગ રૂપે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં અંદાજીત ૪૦૦-૫૦૦ દિવ્યાંગ મૂક બધિર લોકો જોડાયાઅ હતા. તેમજ આ રેલીબપોરે ૩:૪૦ વાગ્યે મવડી ફાયર બ્રિગેડ થી શરૂ કરતાં આનંદ બંગલા ચોક, ટ્રાય એન્ગલ બ્રિજ, પાસપોર્ટ મક્કમ ચોક, નાગરીક બેંક ચોક, ઢેબરભાઈ બસપોર્ટ, ત્રિકોણબાગ, જયુબેલી ચોક, ત્યાં ગાંધીજીનાં સ્ટેચ્યું પર પુષ્પચડાવી તેનું સમાપન કરવામાં આવ્યું હતું.