આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. ત્યારે તેનો ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાન રામને વધાવવા માટે રંગોળીઓ બનાવામાં આવી રહી છે તો ક્યાંક મીની અયોધ્યા ઉભુ કરવામાં આવ્યું છે. એવામાં રાજકોટની શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી રામની અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે. સ્કૂલના શિક્ષકો દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.