રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્રાફિક જામના દ્વ્રશ્યો સર્જાયા હતા. રાજકોટમાં એક બાજૂ ધીમી ધારે વરસાદ વર્સી રહયો છે. તો બીજી બાજુ ટ્રાફિક જામના દ્વ્રશ્યો સામે આવ્યા છે. બાલાજી હૉલની આસપાસ નહીં પરંતુ 150 રિંગ રોડ પર ગમે ત્યાં તમે જુવો ત્યાં ટ્રાફિકના દ્રશ્યો સામે આવી જાય છે. ટ્રાફિકના કારણે લોકોને આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોનો સમય ટ્રાફિકજામના કારણે વેડફાય છે. અને સમયસર લોકો પોતાને કામે નથી પહોચી શકતા. અને આ ટ્રાફિકજામના કારણે પર્યાવરણમાં પણ પ્રદૂષણનું સામ્રાજ્ય વધતું જાય છે.આ ટ્રાફિક જામના કારણે trb જવાન એક સાઈડમાં જોવા મળ્યા હતા.