રાજકોટના 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામામાં ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ ન થતાં 150 ફૂટ રિંગરોડ પર પહેલાની જેમ જ લક્ઝરી બસોને પ્રવેશ પર છુટ આપવાની માગ યથાવત રાખવામાં આવી હતી. તેમજ 2 થી 5ની છુટછાટ મંજૂર તેમણે ન હોવાથી ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ જાહેરનામામાં ફેરફારથી અમે સંતુષ્ટ નથી અને 2 થી 5 વાગ્યા દરમિયાન બસો આવતી જ નથી એટલે આ ફેરફારનો કોઈ મતલબ નથી તેમજ બપોરે 2થી 5 વાગ્યામાં રાજકોટમાં પેસેન્જર તો ઠીક કૂતરાઓ પણ સૂતા હોય છે જેથી પહેલાની જેમ જ છુટછાટ આપવામાં આવે તે માગ યથાવત છે અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીનગર સુધી રજૂઆત કરીશું અને જો તો પણ માગ નહિ સ્વીકારાય તો હાઇકોર્ટમાં જઈશું.. તેમ તેઓએ જણાવ્યું હતું.