રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોક કે જ્યાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં રવિવારે સાંજે લોકોની ભારે ભીડ જામી હતી આ દરમિયાન સંતોષ ભેળ પાસે આવેલ હોકળા ઉપરનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતાં 50 જેટલા લોકો આ હોકળામાં ગરકાવ થઈ ગયા હતા ઘટનાની તુરંત જાણ કંટ્રોલમાં કરતાં 108 એમ્બ્યુલેન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઘટનામાં 30 જેટલા લોકોને ઇજા થઈ હોય તમામને સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મહિલા સહિત ચારની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે ધારાસભ્ય, સાંસદ સહિતનાઓ દોડી ગયા હતા બનાવને પગલે ભારે અફરાતફરી મચી જવ પામી હતી.
રાજકોટના સર્વેશ્વર ચોકમાં હોકળા પરનો સ્લેબ તૂટી જતા 30થી વધુ લોકોને ઇજા, તંત્રમાં દોડધામ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -