રાજકોટના રસરંગ લોકમેળામાં સવારે પાથરણાવાળા નાણાં વેપારીઓ રસ્તા પર બેસી વેપાર કરવા લાગતાં પૈસા ભરી સ્ટોલ ખરીદનાર વેપારીઓએ આ અંગે કલેકટર તંત્રને રજૂઆત કરતાં ઘેરા પડઘા પડ્યા હતા અને તુરંત જ કોર્પોરેશન સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો અને દબાણ કરીને બેઠેલા પાથરણાવાળાઓને હટાવ્યા હતા તંત્ર દ્વારા જગ્યા ખાલી કરાવતા નાના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તંત્ર દ્વારા સામાન ફેકી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.