રાજકોટમાં દિવાળી કાર્નિવલ ચાલી રહ્યો છે રેસકોર્સ રિંગ રોડ ઉપર લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આજે રેસકોર્સ રિંગ રોડ ઉપર મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સહયારા પ્રયાસથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમઆ 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આજે બપોરથી આ સ્પર્ધા શરૂ થઈ હતી જેમાં સ્પર્ધકોએ વિવિધ થીમ ઉપર આકર્ષક રંગોળી બનાવી હતી આ તમામ રંગોળી રાતથી જાહેર જનતા જોઈ શકશે