રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં વોકળાનું કામ અચાનક બંધ થઈ જતાં સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.. અને મુખ્ય માર્ગ બંધ હોવાથી સ્થાનિકો સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મીડિયા સમક્ષ આવતા પણ ગભરાતા આ રહીશોએ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં વાત કરતાં તેમને જવાબ મળ્યો કે કામમાં હજુ વાર લાગશે અને એટલું તો સહન કરવું જ પડશે, જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા આ કામને તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી તેમની મુશ્કેલીઓ દૂર થાય… હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન આ મામલે ક્યારે ધ્યાન આપે છે અને મનહર પ્લોટના રહીશોને ક્યારે આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -