રાજકોટ સહીત રાજ્યભરમાં સરકાર દ્વારા વિધવા સહાય બહેનોને આપવામાં આવે છે ત્યારે શહેરના બેડીપરા વિસ્તારમાં સહાય લેવા આવેલા બહેનો માટે પીવાના પાણીની એક છાંયા સહીતની કોઈ વ્યવસ્થા કરવામાં નહિ આવતા તડકે સેકાવવાનો વખત આવ્યો હતો વૃધ્ધ બહેનોને સહાય મેળવવા ના છૂટકે તડકામાં ઉભું રહેવાની ફરજ પડી હતી ત્યારે સરકાર વૃદ્ધ માતાઓને ઘર સુધી સહાય પહોંચાડે તેવી માંગ ઉઠવા પામી છે.