વિંછીયાના ખારચીયા ગામે રહેતી કાજલબેન ગોહેલ (ઉ.વ.૨૫) નામની પરિણીતાનું શંકાસ્પદ મૃત્યુ થતાં માવતર પક્ષે હત્યાની શંકા દર્શાવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. કાજલબેનના લગ્ન બે વર્ષ પહેલા રમેશ વજાભાઇ ગોહેલ સાથે થયા હતાં. તેણીનો પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. માવતર વિંછીયા રહે છે. કાજલબેનના કાકા ધીરૂભાઇ લીંબાભાઇ રોજાસરાએ જણાવ્યું હતું કે દિકરીને સાસરિયામાં નાની નાની વાતે ખુબ ત્રાસ હતો. અગાઉ તેણી બે વાર રિસામણે પણ આવી હતી. છેલ્લે આટો દેવા આવી ત્યારે પણ પોતાને તેડી જવાનું કહેતી હતી. ગઇકાલે મને કાજલબેનના કાકાજીએ ફોન કરી જાણ કરી હતી કે તમારી ભત્રીજીએ ગળાફાંસો ખાઇ લીધો છે. દિકરી જાતે આવુ પગલુ ભરે તેવી નહોતી. તેની હત્યા થયાની અમને શંકા છે. તેમ વધુમાં ધીરૂભાઇએ આક્ષેપો સાથે જણાવતાં વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારમા ગમગીની વ્યાપી ગઇ હતી
રાજકોટના બાપુનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકને છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -