રાજકોટના પાટીદાર ચોક નંદ વિલેજની 30 થી 50 વર્ષની બહેનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. જેમાં 28 બહેનો પોતાનો સમય કાઢી પરંપરા ગત રીતે માતાજીની આરાધના કરવામાં ઉપસ્થિત રહે છે. તેમજ આ બહેનો દ્વારા છેલ્લા 9 વર્ષ થી પરંપરાગત રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે.