રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તેમજ પડધરીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે જીવાપર, ખાખરા, વિસામણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી મગફળી કપાસ સહિતના ખેત પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.