રાજકોટના ધોરાજીથી પસાર થતી ભાદર 1ની કેનાલને સફાઈ કર્યા વગર પાણી છોડી દેવામાં આવ્યું છે સિંચાઇ વિભાગ દ્વારા પ્રિ ખરીફ પાકના આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું છે ભાદર 1 ડેમ માંથી સિંચાઇ માટે 1000 MCFT પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં સફાઈ કર્યાં વગર અને કેનાલનું રીપેરીંગ કામ કર્યા વગર પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ કે કેનાલના પાણી સાથે કેનાલમાં રહેલ કચરો પણ ખેતર સુધી પહોંચી જશે કેનાલની સફાઈ કર્યા વગર અને રીપેરીંગ કામગીરી વગર પાણી છોડવામાં આવતા કેનાલ તુટવાનો ભય પણ સતાવી રહ્યો છે ભાદર 1ની કેનાલમાં કચરાવાળું પાણી આવી પહોંચ્યું છે કેનાલની સફાઈ કાગળ પરજ હોવાનો ખેડૂત આગેવાન દિનેશ વોરાએ આક્ષેપ કર્યો છે કેનાલ સફાઈ અને રીનોવેશંનમાં તંત્રએ આખ આડા કાન કર્યા છે
વિમલ સોંદરવા ધોરાજી