ચીનમાં ગદર્ભ તેમજ શ્વાનના માંસનો ઉપયોગ ખોરાક અને મેડિસિન બનાવવા માટે થાય છે.તેમજ ચીનમાં આ કારણે હવે શ્વાન કે ગદર્ભની વસતી રહી નથી ત્યારે પાકિસ્તાનથી પશુઓ મગાવવા નિર્ણય લેવાયો છે. પાકિસ્તાને પણ પોતાના ડૂબતા અર્થતંત્રને બચાવવા મોટાપાયે નિકાસ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે રાજકોટ જીવદયા પ્રેમી અને ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના પશુપાલન મંત્રાલયને ઇ-મેલ કરી નિકાસ ન કરવા વિનંતી કરતા સચિવે સચિવે આ મામલે લગત વિભાગને જાણ કરી ફેરવિચારણા કરવાની ખાતરી આપી છે. મીડિયા સાથે ની વાતમાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે જણાવ્યું કે, દુનિયામાં હાલ સૌથી વધુ ગદર્ભની સંખ્યા પાકિસ્તાન પાસે છે. આ ગધેડા સ્થાનિક અર્થતંત્ર અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. આ ઉપરાંત શ્વાનએ માનવનો સૌથી વફાદાર મિત્ર છે. ચીનમાં આ બંને પ્રાણીઓની બેફામ હત્યા ખોરાક અને દવાઓ બનાવવા થશે, જો એક વખત આ પશુઓ પાકિસ્તાનમાંથી ગયા તો કદી ભરપાઈ ન થાય તેવી અર્થતંત્ર અને કુદરતને ખોટ પડશે. આ કારણે ગધેડા અને શ્વાનને ચીન મોકલવાનો નિર્ણય પરત લેશો તો ‘ખુદા’ તમારા અને પાકિસ્તાન ઉપર ખુશ થશે…
રાજકોટના જીવદયાપ્રેમીએ કરી પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા, પાકિસ્તાન સરકારને ગદર્ભ-શ્વાન ચીનને નિકાસ ન કરવા કરી રજૂઆત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -