ચોટીલામાં ફરી એક વખત તસ્કરોનો તરખરાટ જોવા મળ્યો હોય તેમ ચોટીલામાં આશાપુરા સોસાયટી તેમજ ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમજ આશાપુરા સોસાયટીમાં રહેતા તેજસભાઈ ઓઝા ના ઘરે દરવાજાના નકુચા કાપી ઘરમાંથી રૂપીયા 80,000 થી વધુ રોકડની ચોરી થઈ હતી તો તેજ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રાવળનુ ઘર પાસે પાર્ક કરેલુ એકટીવા ચોરાયું હતી આ સાથે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજુભાઈ દરબારનું પણ એક બાઈક ચોરાયું હોવાની ફરિયાદ નોંધવનમાં આવી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા રાત્રી દરમિયાન કડક પેટ્રોલિંગની માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી. આ સાથે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર મુકેશ ખખ્ખર