રાજકોટના ગોંડલ રોડ પર કીશાન પેટ્રોલ પંપ નજીક એક સાથે 8 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જે બનાવમાં કોઈ જાનહાની સર્ડાઇ નથી. જ્યારે અકસ્માતના બનાવના પગલે શાપર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ રસ્તા પર થયેલ ટ્રાફિકને તાત્કાલિક દૂર કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયા પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે પ્રથમ કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. પછી પાછળ આવતા બીજા છ વાહનો એકની પાછળ એક એમ ઘુસી ગયા હતા. જેમાં ટ્રક, ઇકો, થાર સહિતની કારો હતી.