રાજકોટ શહેરમાં ફરી પીજીવીસીએલ તંત્ર સતર્ક બની ગયું હોય તેમ વીજચોરી કરતાં ગ્રાહકો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે આજ સવારથી આજી-1, આજી-2, મોરબી રોડ અને કોઠારીયા રોડ સબ ડિવિઝન હેઠળના મનહર સોસાયટી, બેડીપરા, શ્રમજીવી, ગંજીવાડા, શિવાજી પાર્ક, લાલપરી વિસ્તાર, જય જવાન સોસાયટી, સીતારામ પાર્ક, ઓમ પાર્ક, નવાગામ, બ્રાહ્મણીયાપરા, ગોવિંદ બાગ શાકમાર્કેટ, સંતકબીર રોડ, નારાયણનગર, પ્રજાપતિનગર, નાડોદા નગર, મારુતિનગર, પૂજા પાર્ક, આશાપુરાનગર સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 45 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાંજ સુધીમાં મોટી વીજચોરી સામે આવે તેવા સંકેતો મળી રહ્યા છે.