રાજકોટની શ્રી અમૃતનગર કો.ઓપરેટીવ સોસાયટીમાં આજે ભગવાન શ્રી રામ મંદીર અયોધ્યા કળશ યાત્રાનું આગમન થયું હતું. જેને સોસાયટીના રહીશોએ આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે કળશની આરતી અને પુજા કરવામાં આવી હતી. આ સાથે સોસાયટીમાં રસ્તાઓ પર રંગોળી પણ કરવામાં આવી હતી. તેમજ મહિલાઓ પણ ગરબે રમતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામ લલ્લા અયોધ્યા મંદીરમાં બિરાજમાન થવાના છે. જેને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -