32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રંગીલા શહેર રાજકોટમાં બાપા સીતારામ ગ્રૂપ દ્વારા જય અંબે ગરબી મંડળ નામથી છેલ્લા 25 વર્ષ થી ગરબી નું આયોજન…


 

રંગીલા શહેર રાજકોટમાં આજના સમયમાં  પણ આસો નવરાત્રી દરમ્યાન 450 થી વધારે પ્રાચીન ગરબીના આયોજન થાય છે. અને એ રીતે શહેર ના ચોકે ચોકે ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય છે.
બાપા સીતારામ ગ્રૂપ દ્વારા જય અંબે ગરબી મંડળ નામથી છેલ્લા 25 વર્ષ થી ગરબી નું આયોજન થાય છે. નવરાત્રી આગમન ના એક મહિના પૂર્વે   સિંચાઇ નગર, આશુતોષ, પદ્મકુવરબા,  અને આસપાસ ની સોસાયટી, ઉપરાંત  છોટુ નગર ઝૂપડપટ્ટી ની નાની નાની બાળાઓ પૂરા ઉત્સાહ અને જુસ્સાપૂર્વક પ્રેક્ટિસ કરી ને માતાજી ની આરાધના કરે છે. અને દરરોજ નવી નવી ક્રુતિ રજુ કરી ને માતાજી ના ચરણે ધરે છે. તેમજ ફાળા ઉઘરાવવાના કોઈ પણ પ્રકારે આગ્રહ વગર સૌની  સ્વયં સમજ સાથે મળતા અનુદાનથી ગરબી નું સુંદર આયોજન થાય છે. આ સાથે જૂના એરપોર્ટ થી હનુમાન મઢી તરફ જવાના રસ્તે આ ગરબી નું સુંદર આયોજન થાય છે. જેમાં કાનાભાઇ મકવાણા, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, દેવિકા લાખાણી, ડીમ્પલ પરમાર, પૂજા પરમાર નિસ્વાર્થ જહેમત ઉઠાવે  છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -