યોગદા સત્સંગ ઓફ સોસાયટીના પરમહંસ યોગાનંદ દ્વારા સમાજમાં રહેલી ચિંતા અને આધિ, વ્યાધિ, ઉપાધિઓ દૂર થાય અને લોકો ચિંતા મુક્ત જીવન જીવે તે હેતુસર ઘણા વર્ષોથી લોકોને જીવન જીવવાની નવી રાહ ચીંધવામાં આવી રહી છે આ સંસ્થા તેમજ ગુરુજીની દેશ વિદેશમાં વસતા લોકો પ્રેરણા લઈ રહ્યા છે ત્યારે યોગદા સત્સંગ ઓફ સોસાયટી દ્વારા આગામી તારીખ 14ને ગુરુવારે હેમુ ગઢવી હૉલ ખાતે જાહેર જનતા માટે નિશુલ્ક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી સુદાનંદજીના મુખે ગુરુવારે સાંજે 6 થી સાડા સાત વાગ્યા સુધી ક્રિયા યોગ દ્વારા ચિંતામુક્ત અને આનંદમયી જીવન વિષય ઉપર પ્રવચન આપવામાં આવશે જેમાં તણાવ ભર્યા વાતાવરણમાંથી મુક્તિ કેમ મેળવવી અને જીવનની કપરી પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરીને જીવનશૈલીને સરળ બનાવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.