31 C
Ahmedabad
Saturday, May 24, 2025
spot_imgspot_imgspot_img

યુ.પી.એસ.સી.ની પ્રીલિમીનરી પરીક્ષા ૨૫ મીએ રાજકોટના ૧૨ કેન્દ્રો ખાતે યોજાશે


પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા થઈ જાઓ તૈયાર

જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ (ફોન નં. ૦૨૮૧- ૨૪૭૬૮૯૧) કાર્યરત રહેશે

રાજકોટ તા. ૨૩ મે – યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.૨૫ મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-૨૦૨૫ રાજકોટ જિલ્લાના ૧૨ કેન્દ્રો ખાતે યોજાશે.

આ અંગે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં. ૦૨૮૧- ૨૪૭૬૮૯૧ છે.

પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો માટે પ્રવેશ પેપર શરૂ થતા પહેલા ૩૦ મિનીટ પહેલા બંધ કરવામાં આવશે. ઉમેદવારએ ઈ-એડમીટ કાર્ડ સાથે પ્રવેશ મળશે. ઈ-એડમીટ કાર્ડમાં કમિશન દ્વારા અપાયેલ સુચનાઓનો તમામ ઉમેદવારોએ અભ્યાસ કરવો જરૂરી છે. મોબાઈલ ફોન, અન્ય આઇ.ટી, કે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટસ, સ્માર્ટ/ડિજીટલ વોચ, બુક્સ, બેગ્સ, કોઇ કિંમતી વસ્તુઓ (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) પરીક્ષા સ્થળે લઇ જઇ શકાશે નહીં. આ વસ્તુઓ સાચવવવા માટે પરીક્ષા સ્થળ પર કોઇ વ્યવસ્થા ન હોવાથી આ કિમતી વસ્તુઓની સાચવણીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. ઉક્ત વસ્તુઓ પૈકી કોઇ પણ ગુમ થવાના કિસ્સામાં કમિશન જવાબદાર રહેશે નહી.

ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્સીલ, આઈડેન્ટીટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્તુઓ જ લઇ જઇ શકે છે. ઉપરોક્ત બાબતોની તમામ ઉમેદવારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -