શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિંદુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મોરબી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટ ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મોરબી આવી હતી ત્યારે મોરબીમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રાનું મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારોમાં ફરી ઉમિયા આશ્રમ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જે સનાતન હિંદુ જ્યોત યાત્રાનું હિંદુ સંગઠનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને હિંદુ યુવા વાહિનીના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું