મણિપુરમાં હિંસા, શોષણ અને સામાજિક-આર્થિક કટોકટીની વર્તમાન પરિસ્થિતિથીની સામે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે યુનાઈટેડ ક્રિશ્ચન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સરકારને અપીલકરવામાં આવી હતી. જેમાં તેઓએ દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ અવિરત સ્થિતિએ સમગ્ર રાષ્ટ્ર અને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનામાં બેચેની વધારી છે.તેમજ ધર્મસ્થાનોનો વિનાશ એ આપણા રાષ્ટ્રના બિનસાંપ્રદાયિક માળખા પર શરમજનક હુમલો છે. તેમજ 50,000 થી વધુ લોકોનું વિસ્થાપન ભય અને અનિશ્ચિતતાનું કારણ બને છે. જેથી પરિસ્થિતિ વહીવટી સંસ્થાઓ પાસેથી ઉચ્ચ અને સંવેદનશીલ પુનઃસ્થાપન પગલાંની માંગ કરતી હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે મણિપુર રાજ્યમાં શાંતિ અનેસંવાદિતા પુનઃસ્થાપિકરવાની માંગ કરવામાં આવી હતી.