અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમય થી ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંસ્થા અને રાજ્ય સરકાર દ્વારા શામળાજી રેફરલ હોસ્પિટલ ચલાવવામાં આવતુ હતું જેનો લાભ આસપાસના નાનામોટા ૫૦ ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓ લેતા હતા ત્યારે આ ગરીબો માટે આશીર્વાદ રૂપ હોસ્પિટલને સરકારના અનુદાન નહિ આપવા તેમજ કોન્ટ્રાકટ રીન્યુ નહિ થવાના અભાવે આગામી ૧૫ જુલાઈ થી ખંભાતી તાળા લાગી જશે હોસ્પિટલ સંચાલક મંડળ દ્વારા હોસ્પિટલ ખાતે નોટિસ મૂકી દેવામાં આવી છે ત્યારે આ નોટિસ ને પગલે આ વિસ્તારના દર્દીઓ અને લોકોમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યાપી છે શામળાજી ખાતે આ હોસ્પિટલ બંધ થતા લોકોને ભિલોડા મોડાસા અને હિંમતનગર સુધી જવા મજબુર બનવું પડશે ત્યારે એક તરફ સરકાર ગરીબો માટે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપવાની વાતો કરી રહી છે તેવામાં વિસ્તારના દર્દીઓ માટે આ આશીર્વાદ રૂપ હોસ્પિટલ અનુદાન અભાવે બંધ થવાના સમાચારે રોષ ઉભો કર્યો છે વિસ્તારના લોકો સરકાર દ્વારા આ હોસ્પિટલને અનુદાન આપી ચાલુ રાખે તેવી માંગ વિસ્તારના લોકો અને સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે તેમજ હોસ્પિટલ બંધ થવાના સમાચારે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓની રોજગારીનો પણ મોટો સવાલ ઉભો થતા કર્મચારીઓએમાઁ પણ ચિંતાનો માહોલ છે
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી