દ્વારકામાં આખલાનો આંતક સામે આવ્યો છે. દ્વારકામાં આવેલ રિલાયન્સ રોડ પાસે રાજાધિરાજ હોટલની અંદર આખલાઓ દરવાજાના કાચ તોડી અંદર ઘુસી ગયા હતા. આખલાઓનો આતંક નજરે નિહાળતા યાત્રિકોના શ્વાસ અધ્ધર થયા હતા. યાત્રાધામ દ્વારકા શહેરમાં રોજ ક્યાંક ને ક્યાંક આખલાનો આંતક જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાની ઓફિસમાં એસીમાં બેસી મોજ મજા કરી રહ્યા છે કે શું? દ્વારકા શહેરની કે પ્રજાની દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈ જ પરવા નથી જેને લઇને આખલાઓનો યોગ્ય નિકાલ કરતા નથી.