મોરબી પંથકમાં આવેલ સિરામિક, પેપરમિલ સહિતના ઉદ્યોગો લાખો લોકોને રોજગારી આપે છે આ ઉદ્યોગો થકી જ મોરબીનું નામ સમગ્ર દેશ દુનિયામાં જાણીતું બન્યું છે જોકે ઉદ્યોગોના બેજવાબદાર વલણથી આ ઉદ્યોગો મોરબી માટે અભિશાપ સાબિત થઇ રહયા છે વેસ્ટના ઢગલા આડેધડ ગમે ત્યાં ઠાલવી દેતા હોવાથી નદી, તળાવ દુષિત થઇ રહ્યા છે હાલ મચ્છુ 2 ડેમ સાઈટ પર આવા કેમિકલયુક્ત વેસ્ટના ઢગલા જોવા મળી રહ્યા છે
મોરબીના સામાજિક કાર્યકર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે રફાળેશ્વર આજુબાજુમાં આવેલ પેપરમિલ અને સિરામિક ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત વેસ્ટ કચરો નાખવામાં આવે છે જેથી ભારે દુર્ગંધ ફેલાય છે કચરો પશુઓ અને માનવજાત માટે હાનીકારક છે કચરો હાલ જે જગ્યાએ નાખવામાં આવે છે તે જગ્યા સરકારી ખરાબો અને ઈરીગેશન જગ્યા છે પેપરમિલ અને સિરામિક એકમો કચરો ઉપાડવાનો ખાનગી પાર્ટીને કોન્ટ્રાકટ આપે છે જે લોકો આડેધડ ગમે ત્યાં કચરો ઠાલવી દેતા હોય છે જેથી નદીનું પાણી દુષિત થાય છે અને જન આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે જમીન અને પાણીનું પ્રદુષણ બેફામ ફેલાઈ રહ્યું છે સાથે જ હવાનું પ્રદુષણ પણ સતત વધી રહ્યું છે જીપીસીબી અધિકારી સોનીનો આ મામલે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પેપરમિલ વેસ્ટની ફરિયાદો મળી છે જે મામલે પેપરમિલ એસોને જાણ કરવામાં આવી છે અને આવા કૃત્યો રોકવા સુચના આપી છે તે ઉપરાંત ગત સપ્તાહે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક વાહન પકડ્યું હતું જેની પાસેથી નિયમ મુજબ દંડ વસુલવામાં આવ્યો છે નાઈટ પેટ્રોલિંગ કરી આવા કૃત્યો રોકવા ટીમ સતત કાર્ય કરી રહી છે તો પ્રદુષણ ફેલાવનાર એકમો વિરુદ્ધ ગાંધીનગર સુધી રીપોર્ટ કરી ક્લોઝર નોટીસ સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું