મોરબી જીલ્લા કક્ષાનો ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા નજીક આવેલ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે કરવામાં આવી હતી જેમાં જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે રાજકીય, સામાજિક અગ્રણીઓ, પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધ્વજવંદન બાદ જીલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા તેમજ મારી માટી મારો દેશ ઉજવણી અંતર્ગત સમગ્ર ઉજવણી કરવામાં આવ્યા હતા આ સાથે જીલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી જુના નાગડાવાસ ખાતે કરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જયારે મોરબી શહેર કક્ષાની ઉજવણી પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ સાથે જ મોરબી જીલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા તો વિવિધ શાળા અને કોલેજમાં પણ આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી