મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરુ કરવામાં આવી છે જેમાં એક્સપોર્ટનો વ્યાપાર કરતા ધંધાર્થીઓને કોમર્શીયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી સકે છે જે પાર્સલ સર્વિસ વિશ્વના ૨૧૩ દેશો સાથે જોડાયેલ છે ભારત સરકાર દ્વારા મોરબીની પોસ્ટ ઓફિસને ડાક નિર્યાત કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલ છે ફોરેન પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલ છે આ માટે રાજકોટથી ગૌરવ રંજન, ભાવેશભાઈ રાવલ SDI (P) મોરબી સબ ડિવિઝન, એન પી રાજદેવ, હાર્દિકભાઈ ત્રિવેદી તેમજ મોરબી મુખ્ય ડાક ઘરના પોસ્ટ માસ્તર પરાગ વસંત, પીઆરઆઈપી જી આર રાવલ તથા મોરબીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ દિવ્યેશ જી ભટ્ટ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી
ફોરેન પાર્સલ મોકલનાર ધંધાર્થીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ તેમજ ડાક નિરિયાત કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ