મોડાસામાં સાકરીયા ગામે ચૂડવેલ નામની જીવાતના ઉપદ્રવથી રહીશો ત્રસ્ત બન્યા છે.ગામમાં ચુડવેલના ઉપદ્રવના કારણે ગ્રામજનો રસોડામાં રસોઇ પણ બનાવી શકતા નથી
ચોમાસાના પ્રારંભે મોડાસાના સાકરીયા ગામના કેટલાક વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી જીવાત રાતો રાત લાખ્ખોની સંખ્યામાં દેખા દેતા ગ્રામજનો પરેશાન પોકારી ઉઠ્યા છે .મોડાસા તાલુકાના સાકરીયા ગામે ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સરકાર દ્વારા દ્વારા સાકરિયા ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. સાકરીયા ગામને ચુડવેલ નામની જીવાતે ઘેરી લેતા પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે. ચુડવેલના ઉપદ્રવના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે.