31.6 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ-ગોંડલમાં વર્ગખંડોમાં મરામતનાં કામો માટે ટેન્ડર નોટિસ જારી


મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ-ગોંડલમાં વર્ગખંડોમાં મરામતનાં કામો માટે ટેન્ડર નોટિસ જારી

રાજકોટ તા. ૦૯ જૂન – ગુજરાત સરકાર સંચાલિત મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ-ગોંડલમાં વર્ગખંડો અને અન્ય રૂમોની બારીઓમાં હેન્ડલ, સ્ટોપર, કાચ તૂટી ગયા છે. આશરે ૧૨૫ જેવા કામોમાં ચાર એમ.એમ.ના કાચ, સ્ક્રૂ ફિટિંગ, લાપી ભરવા, સ્ટોપર સહિતના ગુણવત્તાસભર કામો વ્યાજબી ઉધડા ભાવે કરવા ટેક્સ સાથે ટેન્ડર હાઇસ્કૂલના આચાર્યશ્રી દ્વારા મગાવવામાં આવ્યા છે.
ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ થયેથી સાત દિવસમાં ટેન્ડર બંધ કવરમાં કચેરી સમય દરમિયાન રજાના દિવસો સિવાય પહોંચતા કરવાના રહેશે. કવર પર કામનું નામ સ્પષ્ટ લખવું. છેકછાક, ઘુંટેલા અક્ષરવાળા તથા શરતી ભાવો રદ ગણાશે. કોઈ પણ કારણ દર્શાવ્યા સિવાય ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવાનો અબાધિત અધિકાર શાળાને રહેશે તેમ આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -