32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

મેવાતમાં શોભાયાત્રા ઉપર થયેલ હુમલાના વિરોધમાં હીમતનગર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પૂતડા દહન કરાયું


હરિયાણાના મેવાત પ્રાંતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શોભાયાત્રા પર વિધર્મી જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા શષડયંત્ર પૂર્વકનો હુમલો કરી હત્યાના ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના આગેવાનો સહિત કાર્યકરો એકઠા થયા હતા. વીએચપી દ્વારા હિન્દૂ જાગરણની ધૂન કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને હુમલા ખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત કાર્યકરો એકઠા થઈને વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને પતળા દહન કરવામાં આવ્યું હતું.

ઉમંગરાવલ સાબરકાંઠા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -