તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજના એક સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા કાયદો લાવવા પર નિવેદન આપ્યું હતું. તે બાદથી રાજ્યમાં પ્રેમ લગ્ન પર માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવી જોઈએ કે નહીં તે વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ચર્ચામાં રાજકોટના યુવા વર્ગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર તરફ થી જો આ પહેલ આવતી હોય તો એ સંપૂર્ણ પણે યોગ્ય છે. રાજકોટ ની યુવતીઓ પ્રેમ લગ્નમાં માતા-પિતા ની સંમતિ ને લઈને જણાવ્યું કે માતા-પિતા પોતાના બાળક માટે સકારાત્મક વલણ અપનાવતા હોય માટે માટે બાળક માટે વાલીઓ ની સંમતિ હોવી જોઈએ જેથી કરી ને ભવિષ્યમાં બાળકનું જીવન ન બગડે. વર્તમાન સમયમાં પ્રેમ લગ્ન સફળ નથી જતા આ સાથે લવ જિહાદ ના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જો પ્રેમ લગ્નમાં માતા – પિતા ની સંમતિ ફરજીયાત થઇ જાય તો સમાજમાં સુધારો આવશે.