મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા ટુંકા કાર્યક્રમમાં વધુ 25 ઇલેકટ્રિક બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. દિવાળી સુધીમાં નવી 25 બસ, તે બાદ 50 બસ અને ભવિષ્યમાં વડાપ્રધાનની નવી ઇ-બસ યોજના હેઠળ પણ મહાનગરને બસ મળવાની હોય, થોડા સમયમાં રાજકોટમાં માસ ટ્રાન્સપોર્ટેશન અમદાવાદ અને મુંબઇ જેવું સફળ થઇ જશે તેવી ધારણા છે.તેમજ ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રીક બસ મંજુર કરવામાં આવતા જે તમામ ઇલે. બસ હાલ રાજકોટ મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે.જ્યારે બીજા તબક્કામાં 100 ઇલેક્ટ્રીક બસ મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઇ-બસની એજન્સી દ્વારા પુરી પાડવાની થતી કુલ 100 ઇલેક્ટ્રીક બસ પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 ઈલે. બસ પુરી પાડવામાં આવેલ છે. જે રસ્તા પર દોડતી કરીને આટલી સંખ્યામાં ડિઝલ બસ પરત ખેંચવામાં આવી છે. તેનાથી પર્યાવરણનું જતન પણ થશે.