રેન્જ આઇ.જી નિલેશ જાજડિયાની સૂચનાથી અને જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઠકરારના આદેશ અનુસાર માણાવદર પીએસઆઇ ચેતક બારોટ અને પોલીસ સ્ટાફ દ્વારા શાકમાર્કેટ રોડ, સિનેમા ચોક, બહારપરા રોડ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરી હેલ્મેટ વિના, સીલ્ટ બેલ્ટ વિના ચલાવતા વાહન ચાલકો તેમજ ધૂમ સ્ટાઇલ ચલાવતા વાહનનો, કારમાં કાળી ફિલ્મ લગાવેલ વાહનો તેમજ રાજપાઠમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૮૫૦૦ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં માણાવદર પીએસઆઇ સી.વાય બારોટ, વિક્રમસિંહ સિસોદિયા, રામદેભાઇ જોરા, હિતેશભાઈ કાનગડ, વિનોદભાઈ કટારા, ચાપરાજસિંહ સિંધવ, વિક્રમ કડછા જોડાયા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અગામી સમયમાં પણ આ ઝુંબેશ શરૂ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું
માણાવદર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો દંડાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -