માણાવદર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રિ મોનસુન કામગીરી પ્રશ્ને આમ જનતા માંથી વારંવાર ફરિયાદો ઉઠી છે કે કામગીરીમાં લોટ -પાણી લાકડા જેવી સ્થિતિને કારણે આમ જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય છે કામગીરી થઈ હોય તો ગટરો કેમ ખદબદીને જાહેર રોડ ઉપર આવી ગઈ છે આ પ્રશ્ન બાગદરવાજા વિસ્તારની મહિલાઓ અને નાગરિકોએ કંટાળીને રોડ ઉપર આવવું પડ્યું અને તંત્ર તથા એમએલએ અરવિંદભાઈ લાડાણીને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી પાલિકાએ શું કામગીરી કરી છે તે દેખાડી જેથી એમએલએ લાડાણી પણ ચોકી ઉઠ્યા હતા. આવી સ્થિતિજ પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે તો તેના ચૂકવાયેલા બિલોની તપાસ કરવા આમ જનતામાંથી લોક માંગ ઉઠવા પામી છે
રિપોર્ટર જીગ્નેશ પટેલ