સુરત પોલીસ કમિશનરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે સુરત ક્રાઇમ બ્રાંચને સ્પેશિયલ ટાસ્ક સોપવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચને ચોક્ક્સ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ધુલિયાના ચાલીસ ગામ પોલીસ સ્ટેશનમાં મંદિર ચોરીના નોંધાયેલ ગુનાનો આરોપી આશિફ શાહ ગફુર શાહ સુરતમાં લિંબાયત વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે લિંબાયત બ્રિજ પાસેથી આરોપીને ઝડપી પાડી તેના પાસેથી મંદિરમાંથી ચોરી કરેલ ચાંદીના 2 મુગટ તેમજ કાનના કુંડળ નંગ 3 મળી 1.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર ઉદય તન્ના