28 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

મર્યાદામાં કપડા પહેરવાને લઈને ખાનગી શાળા સંચાલક મંડળ બાદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓનું મહત્વપૂર્ણ પરિપત્રઆવ્યું સામે…


રાજકોટ જિલ્લાપંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કર્મચારીઓનાં વસ્ત્રો અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ પણ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી કચેરી કે મિટિંગમાં આવતા કેટલાક કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં પહેરીને આવતા હોવાની વાત કરી છે. પરિપત્રમાં સરકારી કચેરી, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત કે ગ્રામપંચાયતમાં મર્યાદામાં કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરવામાં આવી છે.તેમજ આ પરિપત્ર બહાર પાડનાર ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયાએ જણાવ્યું હતું કે સરકારી ઓફિસમાં અમુક કર્મચારીઓ બટન ખુલ્લાં રાખીને કે જીન્સ-ટીશર્ટ જેવાં અયોગ્ય વસ્ત્રો પહેરીને આવતા હોવાની વાત ધ્યાનમાં આવતાં આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં સરકારી કચેરી, જેવી કે જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત કે ગ્રામપંચાયતમાં મર્યાદામાં રહી કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરવામાં આવી છે તેમજ જો કોઈ કર્મચારીઓ આ નિયમનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -