આગામી 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા રામમંદિરનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ તો જાણે રામમય બની ગયું હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે વધુમાં વધુ લોકો આ પવિત્ર દિવસે રામ વનની મુલાકાત લઈ શકે તે માટે મનપા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભગવાન શ્રી રામનાં જીવન પ્રસંગોને વર્ણવતા અર્બન ફોરેસ્ટ એવા રામ વનમાં 22 જાન્યુઆરીનાં રોજ નિઃશુલ્ક પ્રવેશ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપા દ્વારા અર્બન ફોરેસ્ટ રામ વનમાં 22 જાન્યુ.એ નિઃશુલ્ક પ્રવેશ અપાશે રાજકોટ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -