રાજકોટ શહેર પીવાના પાણી માટે નર્મદા પર જ આધારિત છે. દરરોજ પાઈપલાઈન મારફતે પાણીનો જથ્થો અપાય છે આ ઉપરાંત આજી અને ન્યારી ડેમ પણ સમયાંતરે ભરવામાં આવે છે. આ વ્યવસ્થા ઊભી કરવામાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને હજુ પણ પાણી પહોંચાડવામાં કરોડો રૂપિયાની મશીનરી અને વીજળી ખર્ચ થાય છે. આ કારણે પાણીનો સરખો ઉપયોગ કરવો એ નૈતિક ફરજ બને છે પણ પાણી વિતરણ કરતી મનપા જ પોતાની મર્યાદાઓથી પીડાય છે અને અવારનવાર લાઈનો તૂટી જતા કિંમતી પાણી વેડફાવ છે. ત્યારે આજે આજી ડેમ ચોકડીએ પાણીની લાઈન તૂટતાં ભરઉનાળે કિંમતી નર્મદાનીરનો બગાડ થયો હતો. જેથી ચોક બંધ રાખી રિપેરિંગ કરાયું હતું છતાં પણ હજુ ત્યાં પાણી ભરાયેલા છે. આ ઉપરાંત રામાપીર ચોકડીએ પણ બુધવારે સાંજે લાઈન તૂટતાં ભારતીનગરમાં પાણીની નદી વહી હતી.
મનપાની બેદરકારી થી તૂટી લાઈનો; લાઈનો તૂટતાં ભરઉનાળે કિંમતી નર્મદાનીરનો થયો બગાડ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -